કતાર એ મધ્યપૂર્વ અરબસ્તાન દ્વીપકલ્પ ખાતે આવેલો એક નાનકડો દેશ છે. કતારની દક્ષિણ દિશામાં સાઉદી અરેબિયા દેશ અને બાકી બધી દિશાઓમાં ઇરાનનો અખાત આવેલો છે. કતારથી વાયવ્ય દિશામાં ઇરાનના અખાતમાં બહેરીન નામનો દ્વીપ-દેશ આવેલો છે. દોહા શહેર ખાતે કતાર દેશની રાજધાની આવેલી છે અને તે આખા દેશનું સૌથી મોટું શહેર છે.